Follow us    

Global Warming

સુમુલ વૃક્ષારોપણ કાર્યક્રમ - ૨૦૦૯

વિશ્વનો આજનો સૌથી સળગતો પ્રશ્ન હોય તો તે છે પર્યાવરણની અસમતુલા જેની માઠી અસરના પરિણામો આપણે મેળવી રહ્ય છીએ અને ભવિષ્યમાં હજુ પણ વિકટ પરિસ્થિતિ થવાની હોય ત્યારે આપણી સૌની એક સામાજિક જવાબદારી થઇ પડે છે જેના ભાગ રુપે "સુમુલ ડેરી" એ સામાજિક જવાબદારી સ્વીકારી સફળ શ્વેતક્રાંતિ બાદ હરિયાળી ક્રાંતિના એક ભાગ રુપે આ વર્ષ ૧૫ મી ઓગષ્ટ, ૨૦૦૯ ને "સુમુલ વૃક્ષારોપણ ૨૦૦૯" ની ઉજવણી કરવાના ભાગરુપે કોહલી દૂધ મંડળી પ્રાથમિક શાળા અને સુમુલ ડેરીના સહયોગથી કાર્યક્રમનાં અધ્યક્ષ અને સુમુલ ડેરીના પ્રમુખશ્રી મનુભાઈ પટેલે દિપ પ્રાગટ્ય બાદ, અમારુ નિયામક મંડળ, કર્મચારી ગણ સૌ એકરાગીતાથી આ માટે લાગી રહેલ છે. જેનુ સફળ ઉદાહરણ આજે કોહલી ગામમા જોઇ શક્યા છીએ. દૂધ મંડળી તરફથી દૂધની ગુણવત્તા માટે સ્ટીલની બરણી અને હરીયાળી ક્રાન્તી માટે સભાસદને બે આંબાની કલમ વિતરણ કરવમા આવી તે બદલ મંડળી ના પ્રમુખશ્રી દેવીદાસભાઇ ચૌધરી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. જણાવ્યું હતું કે, સુરત અને તાપી જિલ્લામાં અમારુ લક્ષ્ય ૧૧.૫ લાખ વ્રૂક્ષ વાવવાનું છે. જે માટે બંને જિલ્લાના દૂધ ઉત્પાદકો, અમારું નિયામક મંડળ, કર્મચારી ગણ સૌ એકરાગીતાથી આ માટે લાગી રહેલ છે. જેનુ સફળ ઉદાહરણ આજે કોહલી ગામમાં જોઇ શક્યા છીએ. દૂધ મંડળી તરફથી દૂધની ગુણવત્તામાટે સ્ટીલની બરણી અને હરીયાળી ક્રાંતિ માટે સભાસદને બે આંબાની કલમ વિતરણ કરવમા આવી તે બદલ મંડળી ના પ્રમુખશ્રી દેવીદાસભાઇ ચૌધરી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમમા ઉપસ્થિત વ્યારા તાલુકાના સુમુલ ડેરીના બોર્ડ ડિરેક્ટર અને વ્યારા નગરપાલિકાના પ્રમુખશ્રી પ્રવિણભાઇ ગામીતે પ્રાસંગિક પ્રવચન કરી સૌની કામગીરી બિરદાવી હતી. સુમુલના જનરલ મેનેજર (સીડી) ડૉ. ડી. પી. શાહે કાર્યક્રમનું દિશાસૂચન અને મહત્વ સમજવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના, સ્વાગત ગીતથી કરી હતી.  પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ચંદુભાઇ ચૌધરીએ કાર્યક્રમને અનુરૂપ ઉદ્ બોધન કર્ય્રું હતું. આભાર વિધિ દૂધમંડળીના મંત્રીશ્રી અશોકભાઇ ચૌધરીએ કરી હતી.

સુમુલ વૃક્ષારોપણ કાર્યક્રમ-09ની સફ઼અલતા પૂર્વક ઉજવણી સંઘના બાજીપૂરા, ઉચ્છલ શીતકેન્દ્રો દ્વારા પણ કરવામાં આવી છે તેમજ નિયામક મંડળના સૌ સભ્યોની દૂધ મંડળીઓ પર ઉપસ્થિતિથી કાર્યક્રમને સફળતા બક્ષી છે.