Contact| Sitemap| Home
Mobile web : m.sumul.com Follow us :  
 
સુમુલ ડેરી પાસે વધુ ૨૦૦ સાંઢની એનડીડીબીની માગ
 
   
 
 


ઉચ્ચ જનીનનાં દૂધાળાં ઢોર મેળવવા માટે સુમુલ ડેરીએ પસંદ કરેલા સાંઢોના વીર્ય ની ગુણવત્તાથી પ્રેરાઈને સુમુલ ડેરીના આ માસ્ટર પ્રોજેક્ટનો અમલ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા સમગ્ર દેશમાં શરૂ કરી દેવાયો છે. સુમુલ ડેરીને આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં સફળતા મેળવતા પંદર વર્ષ જેટલો લાંબો સમય રાહ જોવી પડી છે. 

એનડીડીબીએ સુમુલ પરથી પ્રેરણા લઈને દક્ષિણ ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ જેવાં રાજ્યોમાં સુરતના સાંઢોના વીર્યથી ઉચ્ચ નસ્લો મેળવવાના પ્રોજેક્ટ પર કામગીરી શરૂ કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે સુમુલ ડેરીના સાંઢના વીર્ય થકી પેદા થયેલા દૂધાળાં ઢોરની નસ્લ ૨૦ લિટર કરતાં વધારે દૂધ પ્રતિદિન આપે છે.
 
કર્ણાટક, તમિલનાડુ, કેરળમાં ઉચ્ચ નસ્લો માટે કવાયત 
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ તેના એસએજી (સાબરમતી આશ્રમ ગૌશાળા) પ્રોજેક્ટને મળેલા હકારાત્મક પરિણામથી પ્રેરાઈને સુમુલ ડેરીને ૨૦૦ જેટલા સાંઢની શ્રેષ્ઠ નસ્લો પૂરી પાડવા જણાવ્યું છે. હવે એનડીડીબી સાંઢોના ફ્રોઝન વીeયની મદદથી કર્ણાટક, તમિલનાડુ, કેરળમાં ઉચ્ચ નસ્લો મેળવવા કવાયત હાથ ધરી દીધી છે.

એનડીડીબી દ્વારા કરાયેલી પસંદગીના કારણો
  • સુમુલ ડેરી દ્વારા જે સાંઢ પેદા કરવામાં આવ્યા , તે બિનચેપી છે એટલેકે જે સાંઢને ક્યારેય ચેપી રોગ થયો ન હોય તથા તેનું ડીએનએ શ્રેષ્ઠ સ્તરનું છે.
  • દસ વર્ષમાં સુરત જિલ્લાના જે ગામોમાં દૂધાળા ઢોરોને ચેપી રોગ જેવા કે ટીબી, આઈબીઆર, જોન્સ ડિસીઝ વગેરે થયા ન હોય તેની ખરાઈ કરવામાં આવે છે.
  • પેથોલોજિકલ ડીસીઝ જેવા કે સી ટુ લિમેનિયા, ફેકટર ઇલેવન હોવા ન હોવા જોઇએ.
  • સાંઢ આ પ્રકારની તમામ લાયકાતોમાંથી પાર થાય ત્યારબાદ સુમુલ ડેરી તેને શ્રેષ્ઠ તરીકે પસંદ કરે છે.
  • સુમુલ પર વિશ્વાસ ન રાખીને જે સાંઢનાં માતાપિતા હોય તેનું ડીએનએ અને પેથોલોજિકલ ટેસ્ટિંગ કરે છે.
  • ત્યારબાદ સુમુલ ડેરીના સાંઢના વીર્ય એસએજી ખાતે ફ્રિઝ કરાય છે.
ફરી શ્વેતક્રાંતિ થશે
સુમુલ ડેરી દ્વારા પંદર વર્ષથી વધુ દૂધ મેળવવા શ્રેષ્ઠ નસ્લ પેદા કરવા તબક્કાવાર પ્રયોગ કરાયા તેને અભૂતપૂર્વ સફળતા મળી છે. તેનો પુરાવો એ છે કે હવે સમગ્ર દક્ષિણ ભારતમાં સુરતના સાંઢના ફ્રોઝન વીર્યનો વપરાશ કરવામાં આવશે. આ ઉપરાંત આગામી દિવસોમાં દેશમાં ફરી એકવખત શ્વેત ક્રાંતિ થશે તેમાં સુરત અને સુમુલ ડેરી કેન્દ્રસ્થાને હશે. જે આપણા માટે ગૌરવપ્રદ બાબત છે. ડૉ.. પી.આર. પાંડે, સીઇઓ, સુમુલડેરી
 
Source : "Divya Bhaskar" 03 September 2011